પ્રિવેન્ટીવ હેલ્થ-ચેક-અપ તથા ડાયાબીટીસની તપાસ કરાવવા માટેની અગત્યની સુચના

  • ચેક-અપના આગલા દિવસે આપ આપનો રોજીંદો પુરતો ખોરાક લો. (ભારે ખોરક લેવો નહીં .)
  • ચેક-અપના આગલા દિવસે રાત્રીના 10.00 વાગ્યા પછી પાણી સિવાય કશું લેવું નહીં. Dr. ની સલાહ મુજબ રોજીંદી દવા લેતા હોય તો પાણી સાથે લઇ શકાશે .
  • ચેક-અપના દિવસે સવારે Swimming, Exercise કે Walking કરવું નહીં .
  • ચેક-અપના દિવસે ભૂખ્યા પેટે સવારના 8 થી 10 ની વચ્ચે લેબોરેટરી ઉપર પહોંચી જવું.
  • કોઇપણ નાની ચોખ્ખી ડબ્બીમાં સવારના Urine નું સેમ્પલ લાવવું. લેબોરેટરીમાંથી પણ આગલા દિવસે ડબ્બી લઇ જઇ શકાય અને Urine સેમ્પલ લેબોરેટરી પર પણ આપી શકાય છે.

PPBS માટેની સુચન

  • જમ્યા પછીની બે કલાકે કરાતી ડાયાબીટીસની તપાસ બોડી પ્રોફાઇલ સાથે Optional Test તરીકે ફ્રી માં આપવામાં આવેલ છે.
  • પેશન્ટ પોતાની મરજી મુજબ આ ટેસ્ટ કરાવવો કે નહીં તે નકકી કરી શકે છે.
  • ડાયાબીટીસ હોય અથવા પ્રથમ વખત ડાયાબીટીસ ચેક કરાવતા હોય તેવા વ્યકિતઓ માટે આ ટેસ્ટ કરાવવો હિતાવહ છે.
  • જમ્યા પછી બરાબર બે કલાકે લેબોરેટરીમાં Blood તથા Urine ના સેમ્પલ આપવા.
  • બે કલાકમાં15 min વઘુ કે ઓછી ચાલી શકે.
  • આ બે કલાકની વચ્ચે પાણી સિવાય કશું લેવું નહી.તથા પરીશ્રમ વાળી શારીરિક
  • પ્રવૃતિથી દુર રહેવું .

નોંધ:-

  • તપાસના દિવસે સાંજે 6 વાગ્યા પછી કે જણાવેલ સમયે આપના રીપોટૅસ
  • લેબોરેટરીમાંથી મેળવી લેવા.
  • જો આપનું સંપૂણૅ Payment Paid હોય તો આપના રીપોટૅસ SMS તથા E-Mail દ્રારા મોકલી આપવામાં આવશે.
  • આપને SMS મળી જાય એનો અથૅ એ છે કે આપના રીપોટૅસ તૈયાર છે. જે અમારી બ્રાન્ચ પરથી Message મળ્યા બાદ તુરંત Collect કરી શકો છો.
  • રીપોટૅ મેળવ્યા બાદ તે વિશેના માગૅદશૅન તથા સારવાર માટે આપના ડૉકટરનો સંપકૅ કરવો જરૂરી છે.